બહારથી રહ્યા'તા શાંતિના માણશ.. છુપા વેશે અમે આંધીના માણસ
ટકલુ કરાવ્યું ને હરખાયા લોકો.. વાતવાતમાં થઈગ્યા, ગાંધીના માણશ
માસ મચ્છીને હાથ ના લગાવીએ.. છરીકાંટાથી ખાઈએ,ગાંધીના માણસ
આઇશ્ક્રિમ બનાવીએ બકરીના દુધનો..ખાદી પણ રેશમની,ગાંધીના માણસ
કાર્તીએરની પેન કાઢી, વિઝીટ બુકમાં..લખે છે જયહિન્દ, ગાંધીના માણસ
_______________
આ પાનખર -એ- દાસ્તાન
હું હવે ટેગ કરું વસંત માં વિતાવેલ
તારી સાથેની ક્ષણો ને ...
લાલ ચટ્ટક લગ્નના એકાઉન્ટમાં
કેમ કરી કરું આમનોધ
આ ત્રણ ત્રણ દાયકાના લાગણીભીના વ્યવહારો,
તું લાભ લેનાર એટલે ઉધાર કે
તું લાભ આપનાર એટલે જમા ?
પણ પેલા વિયોગમાં ખર્ચેલા આંસુઓ તે ખર્ચ જને ?
ને સાનિધ્યમાં ખરેલા હાસ્યના કુંડાળા તો આવક જને ?
પેલા બાગના માંચડા પર
ઉભી કરેલી સ્વપ્નો ની મિલકતોના વાઉચર
આ એકેય સંતાન ક્યા આપે છે ?
હે પ્રિયે ,
ફોટાની ફ્રેમ માંથી એક વાર તો આવ ?
"હાય...હાય .. લાગણી ના તે વ્યવહારોનીતે કઈ આમનોધ થતી હશે ?
_______________
ક્યારે ખીલખીલાટ રડ્યા'તા નું ટાણું યાદ છે મને
બે મુઠ્ઠી પછાડી ટેબલ પર,તે સંભારણું યાદ છે મને
હું ગાફેલ રહ્યો ને તમે શેતરંજ દીધી તી પાથરી
ચેક રાજાને આપી,વજીર ઉઠાવ્યાનું યાદ છે મને
જન્મોના છુટકારાનો તમે,દસ્તાવેજ લઇ આવ્યા
રહ્યી કયા આસમાનમા,સહી કર્યાનું યાદ છે મને
જરાક કોઈ દુખી કરે તો નીકળી પડતો ખો દઈ
તારી કબ્બડ્ડી ની માફક ચોટ્યાનું યાદ છે મને
જે પામવા ભવ ગુજાર્યા,તે ઘેર આવી દઈ ગયા
પછી,ધ્રુસકે ધ્રુસકે હસી પડ્યાનું યાદ છે મને
એવાજ હાથે મૃત્યુ ઇચ્છાવાનું, યાદ છે મને
ક્યારે ખીલખીલાટ રડ્યા'તાનું ટાણું યાદ છે મને :
_____________

No comments:
Post a Comment