Sunday, 25 September 2011

આત્મ બને સાક્ષી

લોભ ચંચળ
પૈસા ના વ્યવહાર
મોહ ત્યાં મૂંગો
--
સામાયિક શો
ગંદકી ને સફાઈ
હું બનું સાક્ષી

BIRTHDAY



સુરજ રથ 
યાદ અપાવે દિન
બાકી કેટલા? 

સ્વપ્નું


સ્વપ્નું આંજ્યું
તન થાય સાબદું
દિલ ટટ્ટાર...

પ્રેમ તુફાન



લોક તુફાને
પ્રેમ કાગળ નાવ
કિનારે હો તું...

પ્લાસ્ટીકના ફૂલ



ફૂલદાનીમાં જેમ પ્લાસ્ટીકના ફૂલ સજાવી રાખ્યા છે
એવી જ રીતે કેમ તમારા હોઠ મલકાવી રાખ્યા છે ?
ખીલે,પછી ક્યાંથી એક ફૂલ પણ એના ક્યારામાં
એના પ્રેમના અંકુરને તમે ઝાંઝવાના જળ પાયા છે
છેક સુધીનો સાથ અને સહેવાશ માન્યો'તો સફરમાં
લો,એતો બીજા જ સ્ટેશનની,ટીકીટ કપાવી લાયા છે
તમે કળશો કેવી રીતે?,એના મો પર ની એ લાચારી
એના રાજા ને ચેક આપી,તમે વજીર ઉઠાવી લાવ્યા છે
એમ એ હારશે નહિ,તમે જીતશો નહિ,શતરંજમાં
આત્મા ને પોતાના,જયારે સિપાહી બનાવી રાખ્યા છે

અડીખમ છે

વહ્યી ગયા ભવોભવની વાતો કરનારા
માંચડાઓ બાગના, હજી અડીખમ છે .
કાંધ આપનારા,રોજ છોને બદલાતા
નનામી બંદાની તો,હજી અડીખમ છે
સમયનો તકાજો જોઈ નમી ગયા'તા
આંગણે આશોપાલવ, હજી અડીખમ છે
સઢને ઉતારી લીધો, થાડોક તુફાનમાં
સફર આ નાવિકની, હજી અડીખમ છે



રાત બાકી

એક નજર અહી,બીજી ઘડિયાળ તરફ
જીત્યો હું મોત,પહેરવાને હાર બાકી છે
પરદેશ થી સ્વદેશ ની આ યાત્રા થઇ ગઈ
છુટ્ટો થયો આત્મા,બસ આ હાડ બાકી છે
આંત:નાદ એવા અમે કરીએ છીએ હવે
વાદળ ઘેરાયા,વીજ ચમકાર બાકી છે
મુક્ત થઇ આત્મા,તો ફર્યો છે જીવનભર
સમય સાથે શરીર ની આ હાર બાકી છે
ઠાઠડી પરેય અડીખમ એ નામ યાદ છે
સાંભળવાની ભીષ્મને એક વાત બાકી છે
નસીબમાં એના, એ, નહિ લખાયું હોય
એમ મંથરા ને કૈકૈયીની રાત બાકી છે





ધગધગતી રાખ

એક એનું હાસ્ય,પછી ઉડ્યું સ્વપ્નું પાંખ પર.
વન હતું ઝાંઝવાનું,ભીનાશ વળગી આંખ પર

વાત નો તખ્તો,એમ અચાનક બદલાઈ જાય
ખીલખીલાટ,ખડખડાટ ક્યારેક રડાઈ જાય
ધ્રુસકે ને ધુર્સકે અમે રડ્યા છીએ તાળી દઈ
દોસ્તીના ફાલ મ્હોરે છે અતીતની પાંખ  પર

હાથ પકડી ક્યારેક,ડૂબતી નાંવ ને બચાવી ટી
પીઠ થાબડી મારી,એમણે હારને પચાવી ટી
એક એની નજર ને,ખીલી ઉઠે ચહેરા બધા
કરીશ દેવું પૂરું,તમારું,આન્શુઓની શાખ પર

દસ દિશાએ દોડી,ચારેય તરફથી લૂટ્યું છે
એજ ખેચા-ખેંચીમાં,શુંય શું ગીરવે મુક્યું છે
દસના જયકાર વચ્ચે,ચાર ઉપાડી લઇ ગયા
મીંડાઓ હસતા રહ્યા,ધગધગતી રાખ પર






  

Thursday, 22 September 2011

chhamkla

યાદ ઉડીને આવી ને હોઠ ગ્યા'તા થંભી
ખીલખીલાટ ને ખડખડાટ રડ્યા' ત્યારે
દોસ્તીની વાત ને ધમાલ હોય નિરાળી
યાદ કરી ધ્રુશ્કે,ધ્રુસકે હસતા'તા ત્યારે



તારી નજરોના ખૂણે ભરાયા રે...
મારા લાખ ચોરાશી અભડાયા રે ... 



વીજ ઝબુકે
તનમન નીતરે,
શ્વાસ પલળે



પ્રેમ ઈશારા
અથડાઈ ફરે પાછા
અંધ એ આંખે :



સુર્ય સવારી 
ઝાકળ કચડાયા 
પાંદડે આંશુ.




તેજી યા મંદી
કભી ઉનકી છાયા મેં
કભી મેરી હી પરછાઈયા મેં
લગતા હૈ ડર મુઝે કી
કહી મેં ફીશલ ના જાઉં...
કઈ બાર લોગો કો દેખા હૈ
ફીશલતે ઓર ફીશલકર ખડે હોતે ...
લગતા હૈ મેં ભી ખડા હો સકતા હું
ઓર ઉસીસે પાતા હું બલ
" ભલે હી ફીશલ જાઉં ફિર ખડા હો જાઉંગા...
ઉન્લોગો સે મેં કમ ભી તો નહિ .."
...યે સિલસિલા જારી રહેગા ...
આજ મેં ખડા હું આપકો દેખકર
કાલ કોઈ ઔર ખડા હોગા મુઝે દેખકર
...યે સિલસિલા જારી રહેગા ...





ના પથ્થરો પોલા છે,ના મિત્રો આ બોદા છે ..
આંખોમાં હતા જામ,ત્યારે થયેલા સોદા છે ...
_______________________________
માંગો તો દોસ્તી જરા બાથ ભરીને માંગો,
હાથ કા મિલાવો?,જાણે ઉઘરાણી કરો છો ... 



તમને "તમે" જ્યાં મળો, ત્યાં જ ઉત્સવ મનાવી લો
અહી,રોજ અથડાતા હશે તેય,"કેમ છો" પૂછસે નહિ :



હું અને મારું દર્પણ,
ઘણીવાર ચર્ચા એ ચઢીએ છીએ.
તું ના હોત'તો
તું ના હોત તો હું કેવી રીતે
ઓળખત મને?
કોક ચાર રસ્તે
હું મને જ અથડાઈ ગયો હોત
સાંજ પડે આવું પાછો ત્યારે
મારોજ ફોટો લઈને તું બેસે છે જયારે ...
ત્યારે મને ભાન થાય છે ..
હું શું લઈને જઉં છું
અને શું લઈને આવું છું સાંજે
ત્યારેજ
મને એ ભાન થાય છે કે
હકીકત માં તો હું
ખોવાઈ જાઉં છું લોકો ની ભીડ માં
અને તને મળું છું ત્યારે
લાગે છે કે મેં મને સોધી કાઢ્યો.
આ દર્પણના પડછાયામાં મેં તને દેખ્યો
ત્યારે જ લાગ્યું કે હુજ
મને રખડ-પટ્ટી કરાવી રહ્યો હતો
હવે તું અને હું
રોજ વાતો કરીશું ...
તુજ હવે મારો દોસ્ત
અને હું જ તારો પડછાયો ...



શબ્દની કીમત જેને શાનમાં સમજાય છે
જીન્દગી ટેલીગ્રાફની ભાષા થી ટૂંકાય છે



બળદ કાઢી હળ સાથે જોતર્યો છે મને
ઉપરનીચે આજુબાજુ વેતર્યો છે મને
માળા ને ઉપવાસના તે વચનો ભૂલ્યા
ફરી જન્માવી,શીદને(તે),છેતર્યો છે મને ?





ના પૂછીશ એ રાત મછંદર
બે આન્શુ બે આંખ મછંદર
તત્વોના સૌ પાનાચાવી ગ્યા
ચીંથરા થઇ ગ્યા શાખ મછંદર




એની યાદમાં હરરોજ કઈક ગર્ભ રહ્યી જાય છે.
યાદોની હિરોઈન પછી છું થયી જાય છે.
કુંવારો બાપ બની ટેબલપર સેવ્યા કરું છું.
એક તરફડતી કવિતાની ડીલીવરી થયી જાય છે.



તારા વાયદાઓની પાછળ હતો એક વાયદો.
તું મને મળીશ, જ્યાં હું ખોલીશ દરવાજો
પણ તુ,મને કેમ આમ,ધોખો દઈ ગયી?
કતારમાં કેમ ના દીઠી,જયારે નીકળ્યો જનાજો
હા,
મારા હરેક વાયદા પાછળ હતો એ વાયદો.
મળીશ તને ત્યાજ, જ્યાં ખોલીશ દરવાજો
આમ,એક વાર તો ફરીને દેખવું હતું,વાહલા
તારા જનાજાની પાછળ,હતો મારો જનાજો :)



દેડકાઓ માટે,અપ્સરાઓ ને મેં લપસતી જોઈ છે..
ચાંદના જે માલિક હોત,તેને રસ્તે રઝળતી જોઈ છે ...:



જેણે કોતરવું હોય તેને દેજો,આરશની તકતી
અમે દરિયાના પ્રેમમાં હતા,રેતીના માણસ..
--
એણે ટીસ્યુ કાઢી ને,એની આંખો લુછી
તેમાં,ખભા અમારા ક્યાંથી છાના રહે ? 

ટીસ્યુ કાઢીને એણે આખો લુછી લીધી,
અમારા ખભાઓને,કોણ છાના રાખશે ? 

Sunday, 4 September 2011

ચહેરા પર ચહેરા

હું ડુંગળીના પડની માફક ચહેરા પર ચહેરા ચઢાવીને ફરું છું.
અને દરેક ચહેરાની એક ખાસિયત રાખું છું.
કુટુંબ માં મોભી થયી જાઉં છું. વ્યવસાય માં બોસ બની જાઉં છું.
ભાણીય ભત્રીજાઓના ગ્રુપ માં હું જોકર બની જાઉં છું,
મિત્રોના વર્તુળ માં મીત્ર બની જાઉં છું.
પછી રાત પડે પાછો મારી બખોલ માં ઘુસી
સુદ્ધાતમાંનું રટણ કરતા દરેક પડ પર ચઢેલી ધૂળ ને ખંખેરતો જાઉં છું.
અને દેખું છું ટાંકી માંથી નીકળતા કચરાને ..
અને ફરી સવાર પડે ને નીકળી પડું છું ચહેરા પર ચહેરા ઓઢીને..
હું મજાક કરું છું દુનિયા ની ને
મજાક બનું છું દુનિયાની
મને પોષાય તેવો માલ હું ભરું છું
જેને તે પોષાય તે માલ લઇ જાય છે.
દુકાન બસ ચાલે છે, આમ ભગવાનના ભરોશે
હું દુકાન નો માલિક થયી જોયા કરું.. : 

સ્વામી થયો બ્રમ્હાંડનો


સાગરોપમ ના ગણિત અને વાસિતબોધના ચક્કરો
આંખ સામો અંધકાર અને તમામ નસો તંગ હતી
બળતી રહ્યી અગરબત્તી તોયે સુગંધ ફેલાયી નહિ,
ફીરકી થતી ખાલી ને જિંદગી કટી પતંગ હતી ....
*--------------
અંધારામાજ અચાનક ઠેશ વાગી છે આ જ્ઞાનની
ખુલી ગયો ભંડાર જ્ઞાનનો ને દિલમાં બસ, ઉમંગ છે
પળે પળે રહેવાય જાગૃત,મારાજ આત્મા ની સાક્ષીમાં
રોમ રોમ રહે પુલકિત આ કેવો ગઝબ નો રંગ છે!
કયી લાયકાતે મળ્યું પદ?, મુક્ત થયો બંધનથી
ક્ષણે ક્ષણે વાગે છે ઢોલ, દિલમાં તેવા ઉમંગ છે
રડી પણ શકાતું નહિ ત્યાં ખીલખીલાટ હસાય છે
ના પાનખરનું નામોનિશાન,બસ,વસંત વસંત છે.
બે કોડીનો આદમી થયી,હું કાલે સુધી રડતો હતો,
સ્વામી થયો બ્રમ્હાંડ નો, નયનો મારાજ દંગ છે..


જ્ઞાન પહેલા-પછી

જ્ઞાન પહેલા ,
વસંતની સુગંધમાં ને વરસાદ ની રીમઝીમ માં,
પ્રેમસુન્ય શુષ્ક હોઠપર પલળે છે તારી યાદ.
ઝાંઝરની છાન્કારમાં ને ખડખડાટ હાસ્યમાં,
અવાજ્સુન્ય કાનપર લટકે છે તારી યાદ.
ફૂલગુલાબી બાગ માં ને નીલગીરીની કોતરોમાં
સુગન્ધસુન્ય નાક્પર મટકે છે તારી યાદ
સંધ્યાની મસ્તીમાં કે મેઘધનુષ ની હસ્તીમાં
દ્રસ્તીસુન્ય આંખપર ચમકે છે તારી યાદ.
જ્ઞાન પછી,
જ્ઞાનના એકજ સપાટે ખરી પડ્યો ભૂતકાળ
હવે દિલના ખાલી ખૂણામાય ખટકે છે તારી યાદ
સામાયિકની ક્ષણોમાં ને પ્રતિક્રમણ ના આક્રમણમાં
ક્યારેક પળવાર માટેય ચટકે છે તારી યાદ.
પુરુષાર્થ થયો મોક્ષનો, ને ફાઈલોના નિકાલમાં
બેસહારા થઈ, રડે ને ,ખસકે છે તારી યાદ
ધોઈ નીચોવી ભૂતને દુર કર્યું છે પુદગલથી
હવે તાર ઉપર નિરાંતે લટકે છે તારી યાદ :

મોક્ષ ટીકીટ ફાટી



સાક્ષી બનીને હવે જોતો રહું છું..
જિંદગીના રસ્તે લોકો આવે ને જાય ...
કોઈક
રહ્દય ના ગોખલામાં માળો બનાવે,
તો કોઈક
આંખોમાં થોડી આંબલી પીપળી રમી જાય
કોઈક સ્વપ્નાઓ ને હચમચાયી જાય,
તો કોઈકના બીજને સેવીએ અને અંકુરો ફૂટે.
ચાર દિવસ ના મહેમાન બની
બાર દિવસની યાદો છોડી જાય
ફાઈલોના વ્યવહારો,
બધા ફાઈલોમાં દફનાવાય
અને ધૂંધળી સાંજે બેસું પલાઠી વળી
સામાયિક માં દેખવાની શક્તિ માંગી
ટીપે ટીપે પછી થાય ખાલી ટાંકી
ટીક ટીક કરતી પછી ટીકીટ ફાટી

દાદાની કરુણા



વરશે દાદાની કરુણા, ને નાચું બની મોર
આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ
અહંકારનું જયારે ના રહ્યું કોઈ ચલણ
અંત:સ્કરણ માંથી જ શોધી સક્યો ચોર
વ્યવહાર જગતમાં બનવું અજાતશત્રુ
અંદરનીજ વૃત્તિઓ વર્તે જાણે હરાયા ઢોર.
હવે જોવું ને જાણું છું વૃત્તિઓ વર્તે છે કેમ ?
વરશે દાદાની કરુણા, ને નાચું બની મોર .. :

પલકારા નો જીવ



હું,
આંખના પલકારા નો જીવ
અને આશા યુગોના યુગાંતરની
રચવા મથુ વાર્તા
જન્મ અને મૃત્યુના અંતરની
શાંતિનું કબુતર ઉરાડ્યા કરું
અહંકારનો પતંગ ચગાવ્યા કરું
પાછું દોસ્તો ના ખભા પર બેસી
બે પળ વિતાવું સબંધોના ગણિતમાં
અને
બે પળ છટકી જાય ખંધા સ્મિતમાં
ભેગા કરી રાખ્યા છે,
ઉપદેશના ઠીકરા માળિયામાં,
મૃત્યુ પછીય રણક્યા કરે મારું નામ
તેવું કરી જાવું'તું મારેય એક કામ
સબ્દોની સાથે કરી બહુ રમત
અને
રમતમાંય કરેલી કેટલીય અંચાઈ
તેથી મારા જ ઉખાણા ખોલી ના સક્યો
હવે દિવસભરની થકાન પછી
બેઠો છું
શાંત વહેતા પાણીની સામે ...
અને તેનો ભેંકાર કિનારો..
જાણે મારાજ અસ્થીના ફૂલો ને લેવા આવે છે સામે
અને બાજુની કોતરમાંથી આવે છે
યુગલની શીશ્કરીઓ નો અવાજ
જાણે મારા જ પુન: જન્મ ની થતી તૈયારીઓ

ન્હોય મારું

આય મારું ને પેલુય મારું ..
મેલ ને આ મારું મારું..
પહેલા, થાય તેટલું કર ને તારું.
જીભ બહાર નીકળી જશે.
સ્વાદ બધા બટકી જશે..
આંખના ડોળા ઉકલી જશે.
સ્વપ્ના બધા છટકી જશે
લોકો માટે ક્યા સુધી દોડીશ
કોનું ભરાયું તગારું..
મેલ ને આ મારું મારું..
પહેલા, થાય તેટલું કર ને તારું.
કોણે કર્યું.. ને... કોને મળ્યું ..
આ તારું જ કરેલું પાછું મળ્યું..
ના કોઈને તે, રોક્યા,
તો ચાલ્યું તારું ગાડું ..
એમાં શાને વગાડે નગારું ..
મેલ ને આ મારું મારું..
પહેલા, થાય તેટલું કર ને તારું.




ઈશ્વરે છેતર્યો છે.


દાણો હું બનું ત્યાં દળાઈ જાઉં મફતમાં
શાણો હું બનું ત્યાં છેતરાઈ જાઉં મફતમાં...
જીંદગી નીચોવી નાખી પાઠ ભજવવામાં,
એડીટીંગ ટેબલ પર વેતરાઈ જાઉં મફતમાં 




ધર્મગુરુઓની વાત માની જો નાનો માણશ બનીને રહું છું , વિવેક અને વિનય માં રહું છું તો લોકો મને ઘંટીના પૈડા વચ્ચે દળી નાખે છે.. હું જયારે જયારે હું મને બધું ખબર છે ના ગુમાન માં, હું બહુ હોશિયાર છું તેવો માનતો રહ્યો તો મને એવાજ હોશિયાર ભટકયા ને હું છેતરાયો...ક્યારેક આવા ને ક્યારેક તેવા, ક્યારેક એમના કહેવાથી ક્યારેક તેમના કહેવાથી ક્યારેક આ ને ક્યારેક તે ...ભાત ભાત ના નાટક ના પાઠ કરવામાં જ જિંદગી ગયી પણ મારા પ્રમાણે હું જીવી ના સક્યો..છેલ્લે ચિતા પર જિંદગીની ફિલ્મ એડિટ કરવા બેઠો ત્યારે ખબર પડી કે જિંદગી આખી હતી મારી પણ, લોકોના ખમીશ ના માપ પ્રમાણે હું વેતરાયો છું.

મિચ્છામી દુક્કડમ



ફરી ઘેર ઘેર હું,કરું છું મિચ્છામી દુક્કડમ
ર્હદય પર હાથ મૂકી હું કહું છું મિચ્છામી દુક્કડમ
વલોવીને ર્હદયના,આ મનોમંથનનાં અંતે
વહાવી આંસુઓ હું ધરું છું મિચ્છામી દુક્કડમ
સમ્યકની ટેવ ક્યા હતી?, બસ ભૂલો કરી હતી
ઢંઢોળી "મને " જ હું કહું છું મિચ્છામી દુક્કડમ
શરીર નાં ખોખા વાસ્તે,કરી છે વાસના મેં બહુ
ઉતારી કાંચળી ને હું ઈચ્છું મિચ્છામી દુક્કડમ
જગતનો તાત જો તું છે, તો હું બાળ તારો છું
પડી ઘુટણએ હું ચાહું છું મિચ્છામી દુક્કડમ

સામાયિક



સામાયિક કરવા બેસ મછંદર,તારી જ જાતને જાણ મછંદર
શું શું થયું જાણ મછંદર, શું શું કર્યું જાણ મછંદર
શાને થયું જાણ મછંદર, કોને કરાવ્યું જાણ મછંદર

કોણ કોણ આવ્યું જાણ મછંદર
પૈશા નો આ લોભી આવ્યો ,લાળ પાડતો ભોગી આવ્યો
નાટક કરતો જોગી આવ્યો.,પલાઠી વાળી યોગી આવ્યો
બે ત્રણ વાક્યો ગોખી આવ્યો ,મેલ જોનારો ધોબી આવ્યો.

શું શું લાવ્યો .શું શું લાવ્યો ?
લાખ જનમના તાણા લાવ્યો,યોની યોનીનાં પાણા લાવ્યો
મોહમાયાના ઉખાણા લાવ્યો ,માન અપમાનનાં ભાણા લાવ્યો

એ બાવો કેવો...બાવો કેવો
અમથી વાટે ક્રોધે ભરેલો,પૈશા માટે નાગો થયેલો
માન અપમાનનું ભાન ભૂલેલો ,ક્ષુલક બાબતે શાન ચુકેલો
કપટ કરે ને બે મોઢાડો ,રાત પડે ભૂરાટે ભરેલો
લાળ પાડતો લચી પડેલો ,

શું શું જોયું શું શું જોયું ?
સાંજ સવાર નું નાટક જોયું ,વાર તહેવારનું ત્રાટક જોયું
ડખાએ પાડેલું ફાટક જોયું

ભક્તામરની યાદ



હું જ મારા પગમાં
ન જાણે કેટલી બેડીઓ ભરાવી ઉભો હતો...
હું જ મારા કાનમાં
ના જાણે કેટલાય હુંકારો લટકાવી ઉભો હતો .
હું જ મારી આંખમાં
ના જાણે કેટલાય ગર્વ ભભરાવી ઉભો હતો.
જ્ઞાનના વમળો નો એક સપાટો પછી આવ્યો ને
ભક્તામરની યાદ પછી તાજી થયી આવી ..

બ્રહ્માંડ ને અંજલી


બારીમાંથી હાથ બહાર કાઢું ...
ના પછી ..
રહેવાયું નહિ ને આખું સરીર નીકળ્યું ...
પછી હાથમાં ઝીલતો તો
એની બુંદ બુંદ કરુણા ...
અને અર્ધ્ય આપતો તો ...
અંજલિઓ આપતો તો ...
હથેળીમાં આવેલા ...
સંસારના તમામ ગ્રહોને ...
જુઓ આ ગુરુના ગ્રહનો પહાડ પલળ્યો
...અર્રેરે,,,
સુક્ર પણ અને અને
આતો સૂર્યની રેખામાંથી તો નદી નીકળી
અને ધોધમાર વહેતી મળી ...
કરતી જળબંબાકાર heart line ને
શું કરે બિચારા, આ ગ્રહો પણ
પેલા વૈજ્ઞાનિકો પણ કહે છે,
એમને આવું નસીબ નથી હોતું...
આજ તો વરશે પૃથ્વી પર કરુણા ધોધમાર