Sunday, 25 September 2011

આત્મ બને સાક્ષી

લોભ ચંચળ
પૈસા ના વ્યવહાર
મોહ ત્યાં મૂંગો
--
સામાયિક શો
ગંદકી ને સફાઈ
હું બનું સાક્ષી

BIRTHDAY



સુરજ રથ 
યાદ અપાવે દિન
બાકી કેટલા? 

સ્વપ્નું


સ્વપ્નું આંજ્યું
તન થાય સાબદું
દિલ ટટ્ટાર...

પ્રેમ તુફાન



લોક તુફાને
પ્રેમ કાગળ નાવ
કિનારે હો તું...

પ્લાસ્ટીકના ફૂલ



ફૂલદાનીમાં જેમ પ્લાસ્ટીકના ફૂલ સજાવી રાખ્યા છે
એવી જ રીતે કેમ તમારા હોઠ મલકાવી રાખ્યા છે ?
ખીલે,પછી ક્યાંથી એક ફૂલ પણ એના ક્યારામાં
એના પ્રેમના અંકુરને તમે ઝાંઝવાના જળ પાયા છે
છેક સુધીનો સાથ અને સહેવાશ માન્યો'તો સફરમાં
લો,એતો બીજા જ સ્ટેશનની,ટીકીટ કપાવી લાયા છે
તમે કળશો કેવી રીતે?,એના મો પર ની એ લાચારી
એના રાજા ને ચેક આપી,તમે વજીર ઉઠાવી લાવ્યા છે
એમ એ હારશે નહિ,તમે જીતશો નહિ,શતરંજમાં
આત્મા ને પોતાના,જયારે સિપાહી બનાવી રાખ્યા છે

અડીખમ છે

વહ્યી ગયા ભવોભવની વાતો કરનારા
માંચડાઓ બાગના, હજી અડીખમ છે .
કાંધ આપનારા,રોજ છોને બદલાતા
નનામી બંદાની તો,હજી અડીખમ છે
સમયનો તકાજો જોઈ નમી ગયા'તા
આંગણે આશોપાલવ, હજી અડીખમ છે
સઢને ઉતારી લીધો, થાડોક તુફાનમાં
સફર આ નાવિકની, હજી અડીખમ છે



રાત બાકી

એક નજર અહી,બીજી ઘડિયાળ તરફ
જીત્યો હું મોત,પહેરવાને હાર બાકી છે
પરદેશ થી સ્વદેશ ની આ યાત્રા થઇ ગઈ
છુટ્ટો થયો આત્મા,બસ આ હાડ બાકી છે
આંત:નાદ એવા અમે કરીએ છીએ હવે
વાદળ ઘેરાયા,વીજ ચમકાર બાકી છે
મુક્ત થઇ આત્મા,તો ફર્યો છે જીવનભર
સમય સાથે શરીર ની આ હાર બાકી છે
ઠાઠડી પરેય અડીખમ એ નામ યાદ છે
સાંભળવાની ભીષ્મને એક વાત બાકી છે
નસીબમાં એના, એ, નહિ લખાયું હોય
એમ મંથરા ને કૈકૈયીની રાત બાકી છે