હા, હવે મારી પાશે બહુ ઓછા સમયની જીન્દગી છે, પણ જે છે તેને માણવી છે.
મારે કોઈનેય "સાચા" રાહ પર લાવવા નથી.
મારે તો બસ ક્ષણ ક્ષણ જીવવું છે.
જીન્દગી કેટલી બાકી છે તે નથી ખબર ...એમતો ક્યાં કોઈનેય ખબર હોય છે???
હવે આમાં બે દિવસ વધારે કે ઓછી જીવાય તેનું ક્યાં કોઈ મહત્વ છે ? જો હું અત્યાર ની ક્ષણ ને વેડફી નાખતો હોઉં તો.
જેમને સમાજ ને શુધારવો હોય, દેશ ને લાઈન પર લાવવો હોય, યુવાનો ને લાઈન પર લાવવા હોય તેમને છૂટ છે જ.
મને તો કોઈ લાઈન પર થી ઉતરેલું જ નથી દેખાતું... કારણ,
કે મને મારી લાઈન દેખાઈ ગયી છે .
_________________
તમે,આ પ્રેમ કરો છો કે ખાલી નાટક કરો છો.
તમે,કેમ આમ,બુદ્ધિ વગરની વાતો કરો છો
હું જાણું છું કે આસમાનની કોઈ મેનકા નથી હું.
નાહક,ચાંદ તારા તોડી લાવવાની વાતો કરો છો..તમે પ્રેમ..
નદીના એક પ્યાલાથી,જયારે બુજાય છે પ્યાસ
આખા દરિયાનું,કુરીઅર કરવાની વાતો કરો છો....તમે પ્રેમ..
મારામાં શું એવું છેકે તમે આંધળા થયી ગયા
મને " એય" ખબર છે, કે ખાલી વાતો કરો છો...તમે પ્રેમ..
વાણીયાની દીકરી છું,નજર ચારે કોર રાખું છું
તમે હજાર આપી,લાખ લેવાની વાતો કરો છો....તમે પ્રેમ..
સંબંધોના ઈતિહાસ,ભૂગોળ,જીભ પર વશે છે
હવે ધૂળ જેવું ગણિત,માંડવાની વાતો કરો છો....તમે પ્રેમ..
_____________________________________________________________________________________
એનું, ઘર ભર્યું'તું, પસ્તીથી, તેવું લોકોને તે કહેતો હતો
કેમ, કરીને તોયે તે, વર્ષોથી, દુર્ગંધ સહેતો હતો ?
એક સવારે ગઝબ થયી, ને તેનો સુરજ ઉગ્યો નહિ
ગામ ને ચોતરે સવાલ થયો,કેમ આજે કુકડો જાગ્યો નહિ ?
બારણાં તોડી જોયું તો,એની છાતી પર એક પુસ્તક હતું.
હોઠ પર એક હાસ્ય હતું,જાણે એક નવોઢાનું મસ્તક હતું.
ક્રિયા પતી,ગામ ભેગા થઇ,એકેક પસ્તીને ખોલી જોઈ
કોરા પાનાની ચોપડીઓને,ચીમળાયેલું વચ્ચે પુષ્પ હતું :
__________________________________________________________________________________
સવારે,નવા દિવસ નું પડીકું પહેરાવી, છટકી જાય છે
પડીકામાં શું નીકળશે નું મૌન લટકાવી,છટકી જાય છે
"આંધળાનો ગોરીબાર" રમીએ છીએ, બધા ભેગા થઈને
બાળક સમજી લટકતું ગાજર પકડાવી છટકી જાય છે :
__________________________________________________________________________________
સંવેદના ની ભાગા ડોડ
અને શ્વાસની ચડ ઉત્તર
બેશું પસારી ને પાલવ
ખીલખીલ કવિતા હવે
પાડ તું પગલા કંકુના
અને મઢાવું કચકડે
તું મારી ક્યા છે ?
મેં તો લીધી છે તને દત્તક
લોક કહે છે
કવિતા તો પારકી થાપણ કહેવાય
________________

હાથ ફેલાવીને માપી લીધું છે આકાશ.
ઓઝાન ના થીગડા મારેલી ચાદર પર
ચોટાડયા છે ચાંદ ના આભલા પછી,
વચ્ચે વચ્ચે તારી આંખમાંથી ખરેલા
અને ફ્રેમ માં મઢાવી રાખેલા,
પરોવવા છે આંસુઓના મોતી,પછી
ચાદર પર રખડતા પંખીઓને કહેવું છે સ્ટેચ્યુ હવે લે ..
મારે વીલમાં લખી આપવું છે આ આકાશ
હાથ ફેલાવીને માપવું છે આકાશ
______
ફેસબુક ના ઝરુખે ઉભા રહીને મેં તમારી રાહ જોઈ છે..
જી-મૈલ ના કાગડાઓની વણથંભી સંભાળ જોઈ છે
લોકો "વર્ચુઅલ.છે"."વલ્ગર છે" કહીને પંચાત કરે છે
જીવતાજ આ વર્ચ્યુઅલ બેસણાની મેં દાદ જોઈ છે
_____________________ફેસબુક ના ઝરુખે ઉભા રહીને મેં તમારી રાહ જોઈ છે..
જી-મૈલ ના કાગડાઓની વણથંભી સંભાળ જોઈ છે
લોકો "વર્ચુઅલ.છે"."વલ્ગર છે" કહીને પંચાત કરે છે
જીવતાજ આ વર્ચ્યુઅલ બેસણાની મેં દાદ જોઈ છે





No comments:
Post a Comment