Sunday, 4 September 2011

પલકારા નો જીવ



હું,
આંખના પલકારા નો જીવ
અને આશા યુગોના યુગાંતરની
રચવા મથુ વાર્તા
જન્મ અને મૃત્યુના અંતરની
શાંતિનું કબુતર ઉરાડ્યા કરું
અહંકારનો પતંગ ચગાવ્યા કરું
પાછું દોસ્તો ના ખભા પર બેસી
બે પળ વિતાવું સબંધોના ગણિતમાં
અને
બે પળ છટકી જાય ખંધા સ્મિતમાં
ભેગા કરી રાખ્યા છે,
ઉપદેશના ઠીકરા માળિયામાં,
મૃત્યુ પછીય રણક્યા કરે મારું નામ
તેવું કરી જાવું'તું મારેય એક કામ
સબ્દોની સાથે કરી બહુ રમત
અને
રમતમાંય કરેલી કેટલીય અંચાઈ
તેથી મારા જ ઉખાણા ખોલી ના સક્યો
હવે દિવસભરની થકાન પછી
બેઠો છું
શાંત વહેતા પાણીની સામે ...
અને તેનો ભેંકાર કિનારો..
જાણે મારાજ અસ્થીના ફૂલો ને લેવા આવે છે સામે
અને બાજુની કોતરમાંથી આવે છે
યુગલની શીશ્કરીઓ નો અવાજ
જાણે મારા જ પુન: જન્મ ની થતી તૈયારીઓ

No comments:

Post a Comment